બિહારના પટણામાં આયોજિત ૨૧મી નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં રાજુલાની દોશી હરગોવિંદ જશરાજ કન્યા શાળાની વિદ્યાર્થીની ફલખ અલારખભાઈ સાખાણીએ અદભૂત દેખાવ કર્યો છે. ફલખે ૧૦૦ મીટર દોડ અને લાંબી કૂદમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવી બે ગોલ્ડ મેડલ જીત્યા છે. આચાર્ય મનિષકુમાર વાઘેલા અને પરિવારના પ્રોત્સાહનથી ફલખે રાજ્યનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવાર અને એસ.એમ.સી. દ્વારા આ તેજસ્વી ખેલાડીને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.