અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ કલસરિયાના માર્ગદર્શન હેઠળ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રવિણાબેન જોગદીયા, આચાર્ય નાગર વાસુરભાઈ અને શિક્ષક સ્ટાફ તથા આરોગ્ય ટીમ વડલી દ્વારા જૂની માંડરડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને સ્કૂલબેગનું ઇનામ આપવામાં આવ્યું અને બીજા ભાગ લેનાર શાળાના વિદ્યાર્થીઓને કલર, સ્કેચપેન, સંચો, ઇરેઝર, પેન્સિલ અને ડ્રોઈંગ પેપર ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ ભારતને તમાકુ મુક્ત બનાવવા માટે બાળકોમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.