રાજુલાની ગાયત્રી શક્તિપીઠમાં ૭-૧૨-૨૫ને રવિવારના રોજ સવારે હનુમંત હોસ્પિટલ-મહુવા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પ ગાયત્રી પીઠના સ્વ. મેનેજિંગ ટ્રસ્ટી રમણિકલાલ નરોત્તમદાસ ગોરડીયાની પાંચમી પુણ્યતિથિએ રાજુલા-જાફરાબાદ-ખાંભાના તાલુકાના જરૂરિયાતમંદ લોકો માટે યોજાશે. આ કેમ્પમાં હનુમંત હોસ્પિટલના ડોક્ટરો સેવાઓ આપશે. તમામ રોગના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા આ કેમ્પમાં વિનામૂલ્યે તપાસ કરીને જરૂર મુજબ દવા પણ વિનામૂલ્યે આપવામાં આવશે. જો આંખની તપાસમાં મોતિયો હશે તો હનુમંત હોસ્પિટલમાં દર્દીને લઈ જઈને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. ગોરડીયા પરિવારના અમેરિકાસ્થિત નરેન્દ્રભાઈ રમણિકલાલ ગોરડીયા તથા શ્વેતાબેન નરેન્દ્રભાઈ ગોરડીયા તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જે લોકો હશે તેમને વિનામૂલ્ય ચકલીના માળા આપવામાં આવશે. આ કેમ્પમાં દર્દીઓની નોંધણી સ્થળ ઉપર જ રાખવામાં આવેલ છે. જે લોકોને મોતિયો હોય તેને આધારકાર્ડની ઝેરોક્ષ લાવવી જરૂરી છે. આ કેમ્પના સંયોજક વિનુભાઈ વોરા, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ચેમ્બર ઓફ કોમર્સ છે, તેમ ઘનશ્યામ મેવાડાની યાદી જણાવે છે.




































