એચ.બી.સંઘવી મહિલા કાલેજ એનએસએસનાં સ્વયમ સેવિકા બહેનો દ્વારા બસ સ્ટેન્ડ પરિસરમાં “સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા” શીર્ષક અંતર્ગત એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં રાજુલા એસ.ટી.ડેપો મેનેજર મમતાબેન જોશી તથા હોદ્દેદાર ચાંદુભાઈ તથા કાલેજ પ્રિન્સિપાલ ડો.રીટાબેન રાવલ તથા એનએસએસ પ્રોગ્રામ આૅફિસર જાગૃતિબેન તેરૈયા તથા ભગવતીબેન વડીયા તથા સર્વે એસ.ટી કર્મચારીએ હાજરી આપી હતી. સ્વચ્છતા અભિયાનમાંં એસ.ટી.મુસાફરો પણ જોડાયા હતા.