રાજુલા શહેરના SMVS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અઠવાડિક સંયુક્ત સભા સાથે શ્રી હરિ પ્રાગટ્ય ઉત્સવના પ્રતીકરૂપે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમી અને સ્વામિનારાયણ જયંતિ નિમિત્તે મંદિર ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમ દરમિયાન પૂજ્ય સંતો– પૂજ્ય આદર્શ સ્વામી તેમજ કિર્તન સ્વામીના માર્ગદર્શનમાં સ્વામિનારાયણ ભગવાનની ધૂન, કીર્તન અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિક ભક્તોએ શ્રદ્ધાભાવે ફ્રુટ અન્નકૂટ ધરાવી ભગવાનને અર્પણ કર્યું હતું. ત્યારબાદ પરિસરમાં વિશેષ જમણવારની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી, આ પ્રસાદીનો લાભ સોની પરિવાર દ્વારા યજમાન તરીકે આપવામાં આવ્યો હતો. ૨૬-૦૩-૨૦૨૬ના રોજ ઉજવાતી શ્રી હરિ પ્રાગટ્ય જયંતિને ધ્યાનમાં રાખીને મંગળવારની નિયમિત સભામાં ઘનશ્યામ મહારાજને ફળનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. અન્નકૂટ રાજુલાની વિવિધ હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના સગાઓને વિતરણ કરવામાં આવી હતી.









































