રાજુલા તાલુકાના વાવેરા ગામેથી એક યુવતી ભેદી સંજોગોમાં ગુમ થઈ હોવાની ઘટના સામે આવી હતી. વાવેરા ગામે રહેતી ૨૦ વર્ષીય તેજલબેન ટપુભાઇ મકવાણા નામની યુવતી પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર અચાનક નીકળી ગઈ હતી. પરિવારે આસપાસના વિસ્તારમાં અને સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં યુવતીની કોઈ ભાળ મળી નથી. યુવતી પોતાની રીતે જ ઘરેથી ક્યાંક જતી રહી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. આ મામલે રાજુલા પોલીસ મથકે ગુમશુદાની નોંધ કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કોઈને આ યુવતી વિશે માહિતી મળે તો પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી કે ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.










































