રાજુલા શહેરની એક્સિસ બેન્કની પાછળના ભાગમાં આવેલા ઝ્રઉઝ્ર ગોડાઉન ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ પર તેના જ ગામના ત્રણ શખ્સોએ જૂની અદાવતમાં હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. આ અંગે રામપરા-૨ ગામે રહેતા બધાભાઇ મંગાભાઇ વાઘ (ઉ.વ.૨૮)એ ભોજો ઉર્ફે ભાવેશભાઇ સુમરાભાઇ વાઘ, ભગવાનભાઇ બાબુભાઇ વાઘ તથા બીજલભાઇ બાબુભાઇ વાઘ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ એક્સિસ બેન્કની પાછળ આવેલા CWC ગોડાઉનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓ અહીં નોકરી કરે તે તેમના જ ગામના ત્રણ શખ્સોને ગમતું ન હોવાથી, તેઓ મનદુઃખ રાખતા હતા. આ જૂની અદાવતને લીધે ત્રણેય શખ્સો મોટરસાયકલ લઈને ગોડાઉન પર પહોંચ્યા હતા.