રાજુલા ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીના આદેશ બાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની સૂચનાથી આજે માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદીનો પ્રારંભ યાર્ડના અને ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારો અને પ્રાંત કલેકટરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ખેડૂતોના હિતમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા સંવેદનશીલતા દાખવી છે તે બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે પ્રાંત કલેકટર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશ પટેલ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી પીઠાભાઈ નકુમ, યાર્ડના ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ, રાજુભાઈ પરસાણા, મનુભાઈ ધાખડા, ભૂપેન્દ્રભાઈ વરુ, દાદભાઈ વરુ, જીવકુભાઈ ખુમાણ, સાગરભાઇ સરવૈયા,રમેશભાઈ વસોયા સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.





































