રાજુલા સહિત વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ ૩૧ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો માથાભારે શખ્સ શિવરાજ વાલાભાઈ ધાખડા રહે વડ તા. રાજુલાને પોલીસે અટક કરેલ હોય જેથી મંગળવારના રોજ એલસીબી પીઆઇ વિજય કોલાદરા તથા રાજુલા પીઆઇ એ.ડી.ચાવડા સહિતના પોલીસ કર્મચારીઓએ રાજુલામાં આવેલ કોહીનુર હોટલની સામે રાજમંદિર હોટલની બાજુમાં ગત તારીખ ૧૧ નવેમ્બરના રોજ લૂંટ તથા વિવિધ ગુનાઓ કરેલ હોય જેથી આરોપીનું પંચનામું કરી ઘટનાનું રીકન્ટ્રક્શન કરવામાં આવેલ હતું. આરોપી શિવરાજ ધાખડાને કાયદાનું ભાન થાય તે માટે મહિલા પોલીસ કર્મચારીઓએ દોરડેથી બાંધી ફેરવ્યો હતો. લોકોમાં આરોપીનો ભય દૂર થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.