રાજુલાના માંડરડી સ્કાય ફીડરના ખેડૂતોએ બિલ અને મેન્ટેનન્સના પ્રશ્ને ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને બજાર નિયંત્રિત બોર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ દ્વારા પણ આ રજૂઆત કરાઈ હતી. રાજયમંત્રીએ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. તેમણે તાત્કાલિક જવાબદાર અધિકારીને રૂબરૂ બોલાવી ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો હતો, જેથી ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે.








































