રાજુલાના મસુંદડા ગામેથી એક યુવકના રહેણાંક મકાનેથી ૫ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. જિલ્લામાંથી ૮ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. ખાંભામાંથી એક યુવક નશાયુક્ત હાલતમાં ટુવ્હીલ ચલાવતાં ઝડપાયો હતો. અમરેલી શહેરમાંથી બે ઈસમો ટ્રાફિકને અડચણરૂપ વાહન જાહેરમાં ઉભા રાખતા પકડાયા હતા.