અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામમાં મોડી રાત્રે શંકાસ્પદ હાલતમાં રખડતા એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી કોઈ ગંભીર મિલકત સંબંધી ગુનો કરવાના ઈરાદે પોતાની ઓળખ છુપાવીને આંટાફેરા મારી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. મનિષભાઇ ભરતભાઇ સલ્લા (ઉ.વ.૩૮) રાત્રિના અંધકારનો લાભ લઈ ગામમાં છુપાઈને ફરી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને પરિસ્થિતિ જોતા જણાયું હતું કે, તે કોઈ ચોરી, લૂંટ કે ઘરફોડ ચોરી જેવા ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતો. પોલીસે આરોપીને અટકાયતમાં લઈ તેની વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.ડી.લાધવા વધુ તપાસ કરી રહ્યા છે.








































