રાજુલાના નવી બારપટોળી ગામેથી એક યુવતી ઘરેથી કહ્યા વગર ચાલી નીકળી હતી. જેની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતી. આ અંગે મનુભાઈ પરશોતમભાઈ સિસારા (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ તેમની બહેન દક્ષાબેન સિસારા (ઉ.વ.૨૪) બે દિવસ પહેલા પોતાની મેળે ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.વી.પંડ્‌યા વધુ તપાસ કરી રહ્યા છે.