રાજુલા તાલુકાના નવા આગરિયા ગામમાં આજે ‘નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ’ના સહયોગથી, સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મયુરભાઈ બગડાના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મયુરભાઈ અને તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં આ કેમ્પમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે સરપંચ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ ધાખડા, કારોબારી ચેરમેન કનુભાઈ કળસરિયા, કરશનભાઈ કળસરિયા, બળવંતભાઈ લાડુમોર, પ્રકાશભાઈ ખુમાણ, અશ્વિનભાઇ ખુમાણ, વલ્લભભાઈ છોટાળા, બાબુભાઈ હડિયા, રઘુવીરભાઈ વરૂ, કાનભાઈ બરવાળીયા, શામજીભાઈ ખાણિયા પ્રવિણભાઇ વણજારાએ વિશેષ હાજરી આપી હતી. રાજુલા મુસ્લિમ સમાજના આગેવાનો પણ મયુરભાઈને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા.








































