રાજુલા તાલુકાના દીપડીયા ગામે પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું ભવ્ય ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ નૂતન ભવનનું લોકાર્પણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે સંપન્ન થયું હતું. અદ્યતન રીતે તૈયાર થયેલું આ શાળા ભવન દીપડીયા ગામ તેમજ આસપાસના વિસ્તારના બાળકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે. આ આધુનિકબિલ્ડિંગના નિર્માણથી હવે નાના ભૂલકાઓને વધુ સુવિધાસભર અને પ્રોત્સાહક શૈક્ષણિક માહોલ પ્રાપ્ત થશે, જે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં પાયાનો પથ્થર બનશે. આ કાર્યક્રમમાં બર્બટાણા ગામના સરપંચ અને એડવોકેટ કે.બી. કામળીયા, સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરીયા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વલકુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વાવેરા તાલુકા પંચાયતના સભ્ય કનુભાઈ ધાખડા, વાવેરાના સરપંચ અશોકભાઈ, દીપડીયાના સરપંચ પ્રેમજીભાઈ તથા કમલેશભાઈ મકવાણા પણ હાજર રહ્યા હતા.