રાજુલા તાલુકાના ડુંગરપરડા ગામે એક મહિલાએ માનસિક અસ્વસ્થતા અને ગભરામણના કારણે ઝેરી દવા (ફિનાઈલ) પી લેતા ચકચાર મચી ગઈ છે. હાલ મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, ડુંગરપરડા ગામે રહેતા આ મહિલા છેલ્લા દોઢ મહિનાથી ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમને સતત નકારાત્મક વિચારો આવતા હતા અને રાત્રે ડરામણા સપના આવતા હોવાથી તેઓ સતત ગભરામણ અનુભવતા હતા. આ માનસિક પરિસ્થિતિથી કંટાળી જઈને તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું.ગત તારીખ ૩૦/૦૩/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે સાડા નવ વાગ્યાના સુમારે મહિલાએ પોતાના ઘરે બાથરૂમમાં રાખેલી ફિનાઈલની બોટલમાંથી ફિનાઈલ પી લીધું હતું. ફિનાઈલ પીધા બાદ તેમને સતત ઊલટી અને ઊબકા થવા લાગતા પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.









































