રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલી કુમારશાળા નં-૧ માં ફરજ બજાવતા આચાર્ય દીપકભાઈ પંડ્યા તથા જીગ્નાશાબેન જોશીની બદલી નિમિત્તે એક ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપકભાઈ પંડ્યા છેલ્લા ૮ વર્ષથી શાળામાં નિષ્ઠાપૂર્વક અને સમર્પિત ભાવથી ફરજ બજાવતા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. દીપકભાઈ પંડ્યાએ શાળામાં સેવા આપતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કર્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા તેમને શાલ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા અને તેમની નવી નિમણૂક સ્થળે ઉજ્જવળ ભવિષ્ય, ઉત્તમ આરોગ્ય અને સતત સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.








































