રાજુલાના ઝાપોદર ગામના એક યુવકને મુંઢ ઈજા પહોંચાડી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી. વિજયભાઈ પથુભાઈ ધાખડા (ઉ.વ. ૨૪)એ મહેશભાઈ મનુભાઈ ધાખડા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે ૨૦ દિવસ પહેલાં તેમના કાકા મધુભાઈને રાજુલા મુકામે આરોપીએ માર મારી હાથ ભાંગી નાખ્યો હતો.જે અંગે તેમના કાકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ વાતનું મનદુઃખ રાખી, જ્યારે વિજયભાઈ પોતાના ઘરેથી માલઢોર લઈને વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે ઝાપોદર ગામ બહાર બંધ કારખાના પાસે આરોપી લોખંડનો પાઈપ લઈને ધસી આવ્યો હતો. આરોપીએ વિજયભાઈને મુંઢ ઈજા કરી, ટાંટિયા ભાંગી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળાગાળી કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.કે. વરુ આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.