રાજુલાના જુની બારપટોળી ગામે જૂના મનદુઃખમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી. રજાકભાઇ ખાનભાઇ કુરેશી (ઉ.વ.૩૧)એ લતીફ હિંમતભાઇ સાલેડા તથા યાસ્મીનભાઇ હિંમતભાઇ સાલેડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આજથી બેએક મહિના પહેલા આરોપી સાથે માથાકૂટ થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખી તેઓ તથા તેમના ભાભી મદીનાબેન, મમ્મી મેરૂનબેન તથા પત્ની આસીયાનાબેન એ રીતેના તમામ પોતાની રીક્ષામાં બેસાડી લઇને આવતા હતા તે દરમિયાન મદરેસાની આગળ પુલની પાસે પહોચતા આરોપીએ મોટર સાયકલ લઇને આવી ભાભી મદીનાબેનને બે થપાટ મારી હતી. ઉપરાંત જેમ ફાવે તેમ ગાળો આપી તેના પિતાને ધક્કો મારી પછાડી લઇ ઢીકાપાટુનો મુંઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ લતીફભાઇ હિંમતભાઇ સાલેડા (ઉ.વ.૨૪)એ મદીનાબેન સીકંદરભાઇ કુરેશી, ખાનભાઇ પીરભાઇ કુરેશી, સીકંદરભાઇ ખાનભાઇ કુરેશી તથા રજાકભાઇ ખાનભાઇ કુરેશી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આસીયાનાબેન અગાઉ તેમની સાથે અવારનવાર વાત કરતી હતી જે આરોપી રજાકભાઈને સારૂ નહી લાગતા તેઓ પોતાની રીક્ષા લઇને આવતા હતા ત્યારે જેમ ફાવે તેમ ગાળો આપી બે થપાટ મારી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.બી. મેહરા વધુ તપાસ કરી રહ્યા છે.