રાજુલામાં તાલુકા ફરિયાદ સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા, પાણી અને આરોગ્ય જેવા વિવિધ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. રાજુલા ખાતે તાલુકા ફરિયાદ સંકલન સમિતનની બેઠકમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધીઓ, પાલિકા, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સંગઠનના પ્રતિનિધીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનધીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પાણી, આરોગ્ય, રસ્તા, અધુરા કામો પુરા કરવા, સરકારની યોજનાઓ ગામે ગામ પહોંચાડવા, પાણીની તંગી હોય ત્યા આગોતરૂ આયોજન કરી રજૂઆત કરવા સહિતના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી તેનો ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. આ તકે જીજ્ઞેશભાઈ પટેલ, રવુભાઈ ખુમાણ, ધીરજભાઈ નકુમ, ધીરજલાલ પુરોહિત વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.