રાજુલાના ખેરા ગામે તસ્કરોએ એક જ રાતમાં બે દુકાનોને નિશાન બનાવી હતી. બંને દુકાનમાંથી મળી કુલ ૭૫,૮૧૦ રૂપિયાનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે રાજેશભાઈ વાલજીભાઈ ગુજરીયા (ઉ.વ.૩૨)એ ત્રણ અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની તથા સાહેદ એભલભાઈ ચોથાભાઈ ગુજરીયાની દુકાનના શટર કોઇ સાધન વડે અર્ધા ઉંચા કરી વાળી દઇ દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. તેમની દુકાનમાંથી રોકડા રૂ.૫૦,૦૦૦, તમાકુનો એક ડબ્બો મળી કુલ રૂ.૫૦,૮૫૦ની ચોરી કરી હતી. સાહેદ એભલભાઇ ચોથાભાઇ ગુજરીયાની દુકાનમાંથી સીંગતેલની બોટલ ૨૬, ચાના પેકેટ નંગ-૧૨, પાનના ગલ્લામાં પરચુરણ ચીલર તથા રોકડા રૂ.૧૮,૫૦૦ મળી કુલ કિં.રૂ.૨૪,૯૬૦ની ચોરી કરી હતી. ત્રણેય ઈસમોએ બન્ને દુકાનોમાંથી રોકડ તથા દુકાનનો સામાન વસ્તુ મળી કુલ કિં.રૂ.૭૫,૮૧૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એ.આર. છોવાળા વધુ તપાસ કરી રહ્યા છે.