રાજુલાના ખાંભલીયા ગામે વિશ્વ વન દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આર.એફ.ઓ. કળસરિયાના નેતૃત્વમાં સરપંચ જનકભાઈ લાખણોત્રાના નિવાસસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં સિંહ અને દીપડા જેવા વન્યજીવોના સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં વન્યપ્રાણીઓની સતત અવરજવર રહેતી હોવાથી સ્થાનિક લોકોએ વન્યજીવોના રક્ષણ માટે શપથ લીધા હતા










































