બુધ્ધદેવના મરણ પછી આશરે ૧પ૦ વર્ષ પછી ગ્રીક દેશનો રાજા સિકંદર હિંદુસ્તાન પર લાવ લશ્કર સાથે ચડી આવ્યો. અફાટ સિંધ નદી ઓળંગી તે આગળ વધી રહ્યો અને પંજાબના રાજા પોરસ સાથે સિકંદર લડયો. એમા પોરસની હાર થઇ અને કેદમાં પુરવામાં આવ્યો ત્યારે સિકંદરે પોરસને પુછયું ‘બોલ તારી સાથે કેવું વર્તન કરૂં ? ’ત્યારે જવાબ મળ્યો ‘એક રાજાની તરહ’
આ સાંભળી સિકંદર પોરસની હિંમતથી ખુશ થઇ રહ્યો અને ત્યારે તેણે પોરસને ખંડીયો રાજા બનાવી તેનુ રાજ્ય પરત કરેલું. સિકંદર પાછો વળ્યો. એમની લડાઇ થઇ હતી તેથી તક્ષશીલા નામની વિદ્યાપીઠનો નાશ થયો હતો. એ પીઠમાં ચંદ્રગુપ્ત અને ચાણક્ય સાથે ભણેલા, ચાણક્ય સમર્થ વિદ્વાન હતો.
રાજ્ય કેમ મેળવવુ, શત્રુને કેમ નસાડવો, પ્રજાને કેમ વશ કરવી વિગેરે બાબતોમાં ચાણક્ય હોશિયાર હતો. તેની સહાય અને સલાહ દ્વારા ચંદ્રગુપ્તે મગધનું રાજ્ય પાછુ મેળવેલું.
આ બાજુ સિકંદરના મરણ પછી તેનો એસિયાનો સરદાર સેલ્યુક્સ લશ્કર સાથે છેક ગંગાનદી સુધી આવ્યું ે ચંદ્રગુપ્તે તેને હરાવીને પાછો કાઢયો એટલું જ નહીં તેના કાબુલ, કંદહાર, અને હેરાત પોતાના રાજ્ય ભેગા જાડી દીધા છેવટે સેલ્યુકસને ચંદ્રગુપ્તે તેની રાજધાની એલસ રાજ્યમાં રહેવા મંજુરી આપી. અને તે પાટલીપુત્રમાં સેલ્યુક્સ એનો એક એલચી મેગસ્થિનીસ ૮ વર્ષ રહેલો. એણે હિન્દુસ્તાનને લગતું પુસ્તક લખેલું.તેમાં એણે લખેલું છે.
‘હિંદુસ્તાનના લોકો સાદા અને કરકસર વાળા છે, તેઓ વ્યવસ્થા સારી જાણે છે. ત્યાં ચોરી તો કયારેક જ થાય તેઓ એવા તો વિશ્વાસુ અને સાચા છે કે કોઇને એકબીજા પાસે થાપણ મુક્તા સહી સિક્કાઓ અને વિટનેસની જરૂર પડતી નથી. તેઓ વિદ્વાનોને સૌથી વધારે માનપાન આપે છે. તેઓ ખેડૂતોની સારી કાળજી લે છે. રાજા ન્યાય આસન પર બેસે છે આખો દિવસ કામ કરે છે. રાજ દરબારમાં સોનાના વાસણ વપરાય છે. શહેરને લાકડાનાં કોટ છે. તેથી આગ લાગે ત્યાં દરેક સ્ત્રી – પુરૂષે વાંસી કુહાડી, પાણીનું વાસણ વગેરે સાધન સાથે રાખી આવવું એવો રાજાનો નિયમ છે. હિંદુઓ મરનારની પાછળ યાદગીરી માટે મોટા મોટા પુતળા ઉભા કરતા નથી. માને છે કે માણસે પોતાના જીવન માજે સત્કર્મ કર્યું છે એજ તેનું નામ રાખવાને બસ છે.
ગુજરાતમાં ચંદ્રગુપ્તનો સાળો પુષ્પગુપ્ત રાજકાજ સંભાળતો હતો ચંદ્રગુપ્ત રાજા ઇ.સ.પૂર્વ ર૯૭માં મરણ પામેલો મેગેસ્થિનીસના પુસ્તકનું નામ હતું. મેગેસ્થિનીસના ‘સમયનું હિંદ’.