રાજસ્થાનના ભરતપુરમાં દેશના સૌથી મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે, આ રેકેટના મૂળ દિલ્હી, બેંગલુરુ, પ્રયાગરાજ અને બલિયા સુધી ફેલાયેલા છે. આ રેકેટનો માસ્ટરમાઇન્ડ આઇઆઇટી ગ્રેજ્યુએટ શશિકાંત સિંહ છે, જે પ્રયાગરાજનો રહેવાસી છે. પોલીસ આરોપી શશિકાંત સિંહની શોધ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ફરાર છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
ભરતપુર રેન્જ પોલીસે આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભરતપુર પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ રાહુલ પ્રકાશે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ રેકેટે નકલી ગેમિંગ એપ્સ અને રોકાણ કંપનીઓ દ્વારા રૂ. ૪૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરી છે, જે તપાસ દરમિયાન વધીને રૂ. ૧૦૦૦ કરોડ થવાની શક્્યતા છે. આ રેકેટના મુખ્ય સૂત્રધાર સહિત તમામ સભ્યો શિક્ષિત છે. પોલીસે ગેંગના સભ્ય આરોપી રવિન્દ્ર સિંહ, દિનેશ સિંહ અને દિનેશની પત્ની કુમકુમની ધરપકડ કરી છે. બધા શિક્ષિત, સ્મ્છ અને એÂન્જનિયર છે.
માસ્ટરમાઇન્ડ શશીકાંતે ગેંગના સભ્યોના નામે નકલી કંપનીઓ બનાવી અને તેમને માસિક પગાર આપીને ડિરેક્ટર બનાવ્યા. શશીકાંતે ગેમિંગ અને શેરબજારમાં રોકાણના નામે બધાને ફસાવ્યા. ધોલપુરના રહેવાસી હરિ સિંહે સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી ત્યારે આ રેકેટનો પર્દાફાશ થયો. પીડિત હરિસિંહે જણાવ્યું કે છેતરપિંડી કરનારાઓએ મારી ૩૫ લાખ રૂપિયાની રકમ ચાર કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.
જ્યારે ખાતાઓની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે છેલ્લા ૪ મહિનામાં આ ખાતાઓમાં ૪૦૦ કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા છે. તપાસ બાદ, પોલીસે રૂકાનેક એન્ટરપ્રાઇઝ સહિત ચાર કંપનીઓ સામે કાર્યવાહી કરી અને તે બધાના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા. પોલીસે ચારેય કંપનીઓના બેંક ખાતામાંથી ૪ કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી છે. આ દરમિયાન પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ૧૯૩૦ પોર્ટલ પર જે ફિનો પેમેન્ટ બેંક દ્વારા આ છેતરપિંડી થઈ રહી હતી તેની વિરુદ્ધ ૪૦૦૦ થી વધુ કેસ નોંધાયેલા છે.