રાજપીપળા નજીકના રાણીપુરા ગામ પાસે બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ ઘટના બાદ યુવતીની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે રાણીપુરા ગામ નજીક ધોળીવાવ ગામના બે લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળેલી ઘટનાની વિગતો મુજબ, ૯ જુલાઈના રોજ રાત્રે ૮ વાગ્યાની આસપાસ એક યુવતી રાણીપુરા બસ સ્ટેન્ડથી વિરુદ્ધ દિશામાં ધોળીવાવ તરફ જઈ રહી હતી.