રાજધાની દિલ્હીમાં દરરોજ કોરોનાના કેસમાં મોટો ઉછાળો જાવા મળી રહ્યો છે. કોરોનાથી મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુરુવારે દિલ્હીમાં કોરોનાથી બે મહિલાઓના મોત થયા. ત્યારબાદ દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૧૫ લોકોના મોત થયા છે. ૬૭ વર્ષીય મહિલાને એચટીએન,કિડની રોગ,કોવિડ ન્યુમોનિયા, સેપ્સિસ, રિફ્રેક્ટરી સેપ્ટિક શોક જેવા રોગો હતા. બીજી તરફ, ૭૪ વર્ષીય મહિલા સીએડી, રુમેટોઇડ આર્થરાઇટિસ,એલઆરટીઆઇ, સેપ્ટિક શોક સાથે એમઓડીએસએસ રોગથી ઘેરાયેલી હતી. બંને મહિલાઓના મૃત્યુ થયા છે.
ગયા બુધવારે, કોરોનાથી મૃત્યુનો બીજા કેસ નોંધાયો હતો, એક ૬૫ વર્ષીય પુરુષનું મૃત્યુ થયું. બુધવાર સુધીમાં, કોરોનાને કારણે ૧૩ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૬૦ થી વધુ નવા દર્દીઓ મળી આવ્યા હતા.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કોવિડ ડેશબોર્ડ અનુસાર, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૬૨૦ થઈ ગઈ છે. કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ ૬૫ હતી. કોરોનાથી સંક્રમિત વૃદ્ધ વ્યક્તિ કાર્સિનોમા ઓરલ કેવિટી (મોંનું કેન્સર), તીવ્ર કિડની ઈજા અને તીવ્ર શ્વસન તકલીફ સિન્ડ્રોમ (ફેફસાને નુકસાન) સહિત અન્ય ઘણા રોગોથી પીડાઈ રહી હતી. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી દિલ્હીમાં કોરોનાના ૨૪૮૦ કેસ નોંધાયા છે. દેશભરમાં કુલ કોરોના કેસમાં દિલ્હી બીજા ક્રમે છે. ડોક્ટરોના મતે, કોરોનાના દર્દીઓમાં હળવા લક્ષણો જાવા મળી રહ્યા છે. આમાં ખાંસી, શરદી અને તાવ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.