બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની લહેર નહીં પરંતુ સુનામી જાવા મળી. જેમાં આરજેડી, કોંગ્રેસ સહિત અનેક પક્ષોનું બનેલું મહાગઠબંધન ૩૫ સીટો પર સમેટાઈ ગયું. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) પણ ફક્ત ૨૫ સીટો જીતી શકી. જ્યારે ભારતીય જનતા પાર્ટી, જનતા દળ યુનાઈટેડ (જેડીયુ), અને લોકજનશક્તિ-રામવિલાસ પાર્ટીના શાનદાર પ્રદર્શનથી એનડીએ ૨૦૨ સીટો પર જીત મેળવવામાં સફળ રહ્યું. જા કે ખરાબ રીતે હારીને પણ આરજેડી બે બાબતે બિહારમાં નંબર વન પાર્ટી બની છે. વોટ શેરની રીતે જાઈએ તો આરજેડી આ ચૂંટણીમાં સૌથી આગળ રહી. સૌથી વધુ સીટો પર લડવાના કારણે આરજેડીનો વોટશેર પણ સૌથી વધુ છે. આરજેડીને ૨૩ ટકા વોટશેર મળ્યો છે. જ્યારે  ભાજપ આ મામલે તેનાથી ૩ ટકા પાછળ રહ્યો અને તેને ૨૦.૦૮ ટકા મત મળ્યા છે. આ મામલે જેડીયુ ત્રીજા સ્થાને છે. નીતિશકુમારની પાર્ટીને ૧૯.૨૫ ટકા મતદારોએ પસંદ કર્યા. કોંર્ગેસને ૮.૭૧ ટકા મતદારોએ મત આપ્યા. ચૂંટણીમાં ઉતરેલા પક્ષોને મળેલા મતોને મામલે આરજેડી સૌથી આગળ છે. ૧ કરોડ ૧૫ લાખ ૪૬ હજાર ૫૫ વોટર્સે પોસ્ટર બેલેટ અને ઈવીએમમાં લાલટેન પર બટન દબાવ્યું. આ કોઈ પાર્ટીને મળેલા વોટમાં સૌથી વધુ છે. જ્યારે ભાજપને આરજેડીની સરખામણીમાં ૧૫ લાખ ઓછા મત મળ્યા છે. ભાજપને કુલ ૧ કરોડ ૮૧ હજાર ૧૪૩ મત મળ્યા છે. જા કે ભાજપને ૮૯ સીટો પર જીત મળી તો આરજેડી ૨૫ સીટો પર સમેટાઈ ગઈ. જેડીયુને ૯૬ લાખ ૬૭ હજાર ૧૧૮ મત મળ્યા અને ૮૫ સીટો જીતી. જ્યારે  કોંગ્રેસને ૪૩ લાખ ૭૪ હજાર ૫૭૯ મતદારોએ પસંદ કરી.