રાજકોટના મોરબી હાઈવે પર આવેલા હડાળા ગામના પાટિયા પાસે ગઈકાલે બપોરે એક કરૂણ ઘટના સામે આવી હતી. વડોદરાથી પાંચ દિવસ પહેલા રોજગારી મેળવવાની આશા સાથે રાજકોટ આવેલા ૩૯ વર્ષીય નેપાળી યુવકે આર્થિક તંગી અને કામ ન મળવાને કારણે માનસિક અસ્વસ્થતામાં આવી ચાલતી ટ્રક નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ કુવાડવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










































