રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી નિમિત્તે ભારત વિકાસ પરિષદ – આનંદ નગર અને અર્પણ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે ફરસાણ અને મીઠાઈની ૬૦૦ કીટનું ટોકન દરે વિતરણ કરવામાં આવ્યું હતું. પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં અનેક લોકોએ લાભ લીધો હતો. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત, દરેક કીટમાં એક કિલો મીઠાઈ અને દોઢ કિલો ફરસાણ એમ કુલ અઢી કિલોગ્રામ ખાદ્યસામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કીટ માત્ર રૂ. ૫૦ના ટોકન દરે ઉપલબ્ધ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતાઓનો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો હતો.