રાજકોટમાં કેન્સર સારવાર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. રાજકોટ કેન્સર સોસાયટી હેઠળ બાળકોમાં થતા કેન્સર અને લોહી સંબંધિત ગંભીર રોગોની સારવાર માટે વિશેષ પીડિયાટ્રિક હેમેટોલોજી અને આૅન્કોલોજી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં નિષ્ણાત
ડા. મહર્ષિ ત્રિવેદી દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેમને દેશમાં અને વિદેશમાં વિશાળ અનુભવ છે. આ નવી સુવિધાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં રહેતા દર્દીઓને હવે અમદાવાદ
આભાર – નિહારીકા રવિયા અથવા અન્ય શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં. અહીં લ્યુકેમિયા, લિમ્ફોમા, સોલિડ ટ્યુમર, થેલેસેમિયા અને અન્ય જટિલ રોગોની આધુનિક સારવાર ઉપલબ્ધ બનશે. સાથે જ ભવિષ્યમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી ઉચ્ચ સ્તરની સારવાર પણ શરૂ કરવાની યોજના છે.
વિભાગમાં આધુનિક સાધનો અને અનુભવી તબીબી ટીમ સાથે સર્વાંગી સારવાર આપવામાં આવશે. કેન્સરને લગતા આ રોગના પહેલથી દર્દીઓ અને તેમના પરિવારજનો પરનો આર્થિક અને માનસિક ભાર ઓછો થશે તથા સમયસર તેનો નિદાન અને સારવારથી જીવનની ગુણવત્તામાં સુધારો થશે.









































