રાજકોટમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરતી વખતે, મોના થિબાએ વેશ્યાવૃત્તિ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. તેને વેશ્યાવૃત્તિને “સમાજ સેવા” ગણાવી હતી અને કહ્યું હતું કે વેશ્યાવૃત્તિ બહેનો અને પુત્રીઓ સાથે થતાં બળાત્કારના બનાવો ઘટાડે છે.
અહેવાલો અનુસાર,તાજેતરમાં,રાજકોટમાં એક ગુજરાતી ફિલ્મના પ્રમોશન દરમિયાન,પ્રખ્યાત અભિનેત્રી મોના થિબાએ વેશ્યાવૃત્તિ પર વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો હતો.વેશ્યાવૃત્તિના વિષય પર આધારિત ફિલ્મનું પ્રમોશન કરતી વખતે, અભિનેત્રીએ આ વ્યવસાયને “સમાજ સેવા” ગણાવ્યો હતો, જેનાથી સોશિયલ મીડિયા અને સામાજિક સંગઠનોમાં વ્યાપક ગુસ્સો ફેલાયો હતો. વધુમાં, અભિનેત્રીએ જણાવ્યું હતું કે દેહવ્યાપારને કારણે જ બહેનો અને પુત્રીઓ પર બળાત્કાર નથી થતાં .
તેના નિવેદનથી વિવિધ સામાજિક સંગઠનો અને નાગરિકોમાં રોષ ફેલાયો છે. લોકો સોશિયલ મીડિયા પર મોના થિબાના નિવેદનની પણ ટીકા કરી રહ્યા છે.કેટલાક નેતાઓ માને છે કે આવા નિવેદનો સમાજમાં ખોટો સંદેશ આપે છે અને સંવેદનશીલ મુદ્દાને સંબોધવામાં બેદરકારી છે.






































