બાબરામાં રહેતી એક પરિણીતા રાજકોટથી ઇકો કારમાં બેસીને ઘરે પરત ફરતી હતી. તેણે ઇકોની પાછળની સીટમાં થેલો મૂક્યો હતો. જેમાં છ તોલાનું મંગળસૂત્ર હતું. જેની અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે પુજાબેન દેવચંદભાઇ ચોસલા (ઉ.વ.૩૭)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ રાજકોટ આજીડેમ ચોકડીથી બાબરા ખાતે આવવા ઇકો ગાડી રજી. નં.GJ-૧૪-AK-૦૦૨૩માં બેઠા હતા. રસ્તામાં તેમણે પોતાનું સોનાનું મંગળસૂત્ર વજન આશરે ૬ તોલા કિં.રૂ.૩,૦૦,૦૦૦ ઇકો ગાડીમાં પાછળની સીટમાં પોતાના થેલા મુક્યું હતું. જે સોનાનું મંગળસૂત્ર ઉપરોકત સમય દરમિયાન કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.