રવિન્દ્ર જાડેજાની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. તે શાનદાર બેટિંગ અને સારી બોલિંગમાં માહિર છે. તેણે ઘણી વખત પોતાના દમ પર ભારતીય ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી છે. તે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. હવે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં, તેની પાસે ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટને પાછળ છોડી દેવાની સુવર્ણ તક છે.
રવીન્દ્ર જાડેજાએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૬૧૧ વિકેટ લીધી છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડના ઘાતક બોલર ટ્રેન્ટ બોલ્ટના નામે પણ એટલી જ વિકેટ છે. હવે જા જાડેજા ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં એક વિકેટ લે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ લેવાની બાબતમાં બોલ્ટને સરળતાથી પાછળ છોડી શકે છે.
રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ત્રણ ટેસ્ટ મેચ રમી છે અને ત્રણ વિકેટ લીધી છે. તે બેટથી વધુ અસરકારક સાબિત થયો છે અને છેલ્લી ચાર ટેસ્ટ ઇનિંગ્સમાં ચાર અડધી સદી ફટકારી છે. ત્રીજી ટેસ્ટ મેચમાં પણ તેણે ભારતીય ટીમને જીત અપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તે તેમાં સફળ રહ્યો નહીં. તે ૬૧ રનની પોતાની ઇનિંગ્સથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો.
રવિન્દ્ર જાડેજાએ ૨૦૧૨ માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેણે ૮૩ ટેસ્ટ મેચોમાં કુલ ૩૬૯૭ રન બનાવ્યા છે અને ૩૨૬ વિકેટ લીધી છે.વનડે ક્રિકેટમાં તેના નામે ૨૩૧ વિકેટ છે. તેણે ટી ૨૦ ક્રિકેટમાં ૫૪ વિકેટ લીધી છે. તે ટી૨૦ માંથી નિવૃત્તિ લઈ ચૂક્્યો છે.