ચેન્નાઈ સુપર કિંગ્સના અનુભવી બેટ્‌સમેન મહેન્દ્ર સિંહ ધોનીના આઇપીએલમાંથી નિવૃત્તિ અંગે ચર્ચાઓનું બજાર હંમેશા ગરમ રહે છે. પરંતુ ધોનીએ ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે આ ફ્રેન્ચાઇઝી સાથે તેની નિકટતા ખૂબ જ ઊંડી છે. ધોનીએ હજુ સુધી આઇપીએલની આગામી સિઝનમાં રમવા અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો નથી, પરંતુ તેણે એક કાર્યક્રમ દરમિયાન ચાહકોને ખાતરી આપી હતી કે તેની રમત કારકિર્દીમાં આગળ શું થાય છે, તેનું હૃદય હંમેશા ઝ્રજીદ્ભ માટે ધબકતું રહેશે.

‘ધોની વિના સીએસકેનથી’ એ વાક્ય ચાહકોમાં વારંવાર સાંભળવામાં આવે છે અને ધોની પોતે પણ આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ૪૪ વર્ષીય ખેલાડીએ પુષ્ટિ આપી હતી કે સીએસકે ફ્રેન્ચાઇઝી સાથેનો તેમનો જાડાણ સક્રિય ખેલાડી તરીકેના તેમના સમય પછી પણ ચાલુ રહેશે. થોડા દિવસો પહેલા, ધોનીએ ચેન્નાઈમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો, જેનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધોનીએ કહ્યું, મેં હંમેશા કહ્યું છે કે મારી પાસે નિર્ણય લેવા માટે ઘણો સમય છે, પરંતુ જા તમે પીળી જર્સીમાં પાછા ફરવા વિશે પૂછી રહ્યા છો, તો હું કહીશ કે હું હંમેશા પીળી જર્સીમાં રહીશ, પછી ભલે હું રમું કે ન રમું, તે અલગ બાબત છે. હું અને સીએસકે, અમે સાથે છીએ. તમે જાણો છો, આગામી ૧૫-૨૦ વર્ષ સુધી પણ આવું જ રહેશે.

ધોની ૨૦૦૮ માં આઇપીએલની શરૂઆતથી સીએસકેનો ભાગ છે. ધોનીએ સીએસકેની કેપ્ટનશીપ છોડી દીધી હતી, પરંતુ આઇપીએલ ૨૦૨૫ માં, નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે બહાર થઈ ગયા હોવાથી, ધોનીએ કમાન સંભાળી હતી. જાકે,આઇપીએલની છેલ્લી સીઝન પાંચ વખતના ચેÂમ્પયન સીએસકે માટે સારી રહી ન હતી અને ટીમ ૧૪ માંથી ફક્ત ચાર મેચ જીતી શકી હતી. સીએસકે પોઈન્ટ ટેબલમાં તળિયે રહી હતી, જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં તેના સૌથી ખરાબ પ્રદર્શનમાંનું એક છે. પરંતુ ધોનીની હાજરીથી સીએસકે ડ્રેસિંગ રૂમમાં ઉર્જા જળવાઈ રહી અને ટીમને ચાહકોનો મજબૂત ટેકો પણ મળ્યો.

આઇપીએલમાંથી ધોનીની નિવૃત્તિની ચર્ચા છેલ્લા કેટલાક સીઝનથી સતત ચાલી રહી છે. ઘણા ક્રિકેટ પંડિતોનું માનવું હતું કે ધોની આઇપીએલ ૨૦૨૪ પછી આ ટુર્નામેન્ટને અલવિદા કહી દેશે, પરંતુ ઘૂંટણની સર્જરી છતાં ધોની મેદાનમાં પાછો ફર્યો અને આઇપીએલ ૨૦૨૫માં ફરી એકવાર પીળી જર્સીમાં જાવા મળ્યો. ધોનીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી કે તે આપીએલ ૨૦૨૬માં મેદાનમાં ઉતરશે કે નહીં, પરંતુ તેણે ઋતુરાજ ગાયકવાડના કેપ્ટન તરીકે વાપસીને ટેકો આપ્યો છે.