રજનીકાંતની ‘કુલી’ એ ટિકિટ કાઉન્ટર પર ધૂમ મચાવી. લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત આ એક્શન થ્રિલર ફિલ્મે ભારતમાં માત્ર ત્રણ દિવસમાં ૧૫૮.૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. રવિવાર, ૧૭ ઓગસ્ટના રોજ ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ તે વિશ્વભરમાં શાનદાર કમાણી કરી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો, ‘કૂલી’ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. ચોથા દિવસે (રવિવાર) રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ‘કૂલી’એ ૩૫.૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી, જેનાથી સ્થાનિક સ્તરે તેની કુલ કમાણી ૧૯૪.૨૫ કરોડ રૂપિયા થઈ ગઈ. હવે ચર્ચા એ છે કે શું ફિલ્મ આગામી અઠવાડિયામાં તેની ગતિ જાળવી શકશે.પ્રારંભિક અંદાજ મુજબ, ‘કૂલી’એ ચોથા દિવસે ૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી, જેનાથી ભારતમાં તેની કુલ કમાણી ૧૯૪.૨૫ કરોડ રૂપિયા થઈ ગઈ. હવે ફિલ્મ ૨૦૦ કરોડ રૂપિયાના આંકડાની ખૂબ નજીક  પહોંચી ગઈ છે. થલાઈવાની ફિલ્મ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. માત્ર ત્રણ દિવસમાં, ‘કૂલી’ એ વિદેશી બજારોમાં ઇં૧૬ મિલિયન (લગભગ રૂ. ૧૩૩ કરોડ) ની કમાણી કરી, જે તેને વિશ્વભરમાં રૂ. ૩૦૦ કરોડના આંકને વટાવી ગઈ. હવે, ફિલ્મ રૂ. ૫૦૦ કરોડ ક્લબ પર નજર રાખી રહી છે. જા સોમવારે કોઈ મોટો ઘટાડો ન થાય તો.ઋતિક રોશન અને જુનિયર દ્ગ્‌ઇ સ્ટારર ‘વોર ૨’, જે એક જ દિવસે રિલીઝ થઈ હતી, તેને ભારતમાં વધુ સ્ક્રીનનો ફાયદો મળ્યો. છતાં, તે રજનીકાંતની ‘કૂલી’ ને પાછળ છોડી શકી નહીં. ‘કૂલી’ ભારતમાં રૂ. ૨૦૦ કરોડની નજીક પહોંચી ગઈ છે, જ્યારે ‘વોર ૨’ એ રૂ. ૧૭૦ કરોડની કમાણી કરી છે. વિદેશી બોક્સ ઓફિસ પર આ તફાવત વધુ સ્પષ્ટ હતો. ‘કૂલી’ એ ૧૬ મિલિયન અને ‘વોર ૨’ એ ઇં૫ મિલિયનની કમાણી કરી. કુલીએ ઇતિહાસ રચ્યો સેકનિલ્કના મતે, ‘કૂલી’ તેના પહેલા દિવસે વિશ્વભરમાં ૧૫૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી પ્રથમ તમિલ ફિલ્મ બની છે. ‘કૂલી’ રજનીકાંતના સિનેમામાં ૫૦ વર્ષ પૂરા થવાના પ્રસંગે રિલીઝ થઈ હતી. સેન્સર બોર્ડે ફિલ્મને છ પ્રમાણપત્ર આપ્યું હતું.