છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ખૂણે ખૂણેથી કંપારી છૂટી જાય તેવા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ભરચક રસ્તાઓ હોય કે સૌરાષ્ટ્રના હાઈવે, સર્વત્ર લોહીના ખાબોચિયા જાવા મળી રહ્યા છે. બેદરકારી, નિયમોનું ઉલ્લંઘન અને ક્યારેય નસીબની બલિહારીને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અમદાવાદના સીટીએમ નજીક બીઆરટીએસ ટ્રેકમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસી ગયેલા મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લીધો હતો. જેને કારણે મોપેડ ચાલકને બસે ૬૦ ફૂટ ઢસડ્યો હતો. નજરે જાનારાની કંપારી છૂટી જાય એવા દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદના સીટીએમ વિસ્તાર માં આજે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. પ્રતિબંધિત હોવા છતાં બીઆરટીએસ ટ્રેકમાં ઘુસેલા એક મોપેડ ચાલકને પૂરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ ચાલકે યુવકને અંદાજે ૬૦ ફૂટ સુધી ઢસડ્યો હતો. યુવકનું મોઢું છુંદાઈ ગયું હતું અને ઘટના સ્થળે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, લોહીલુહાણ થયેલા મોપેડ ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જ્યારે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય અમદાવાદના એલિસબ્રિજ પર પણ કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. સદનસીબે અહીં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ટ્રાફિક જામને કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
નવાગામા ફાટક પાસે કાર અને બાઇક વચ્ચે જારદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર દંપતીમાંથી પત્નીનું કમકમાટીભર્યું મોત થયું છે, જ્યારે પતિ ગંભીર હાલતમાં હોસ્પિટલ માં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા છે જે વિચલિત કરી દે તેવા છે.
કેશોદના મંગલપુર ફાટક પાસે એક અજીબોગરીબ અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢ એલસીબી પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા એક ઇનોવા કાર પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી મારતા તેમાંથી ૯૭૫ નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. અકસ્માતમાં ૩ આરોપીઓ ઈજાગ્રસ્ત થયા છે જેમને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે ૨ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. પોલીસે કુલ રૂ. ૧૨.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









































