આઈઆઈટીઆઈ, ગુજરાત રાજય, ગાંધીનગરમાં યોજાયેલ સ્પર્ધામાં અમરેલીની કુ.જેનિશા રધુભાઈ ભટ્ટે ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝીકમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. આ સ્પર્ધામાં ૫૦ જેટલી વિવિધ યુનિવર્સિટીઓએ ભાગ લીધેલ હતો. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, ચાંદખેડા, જિ.-ગાંધીનગર મુકામે યોજાયેલ રાજય કક્ષાના એન્જીનીયરીંગ ડીપ્લોમા- ડિગ્રીનાં યુવા મહોત્સવમાં પ૯ કોલેજો વચ્ચેની સ્પર્ધામાં અમરેલીના યુવા કલાકાર ઉત્સવ બારૈયા, એડવોકેટ જીતેન્દ્રભાઈ ગોહેલના પૌત્રએ હારમોનિયમ વાદનમાં ત્રીજુ સ્થાન, તેમજ ચરોતર વિદ્યા મંડળ સીવીએમ યુનિવર્સિટીમાં વલ્લભવિદ્યાનગર મુકામે યોજાયેલ ૨૪ કોલેજો વચ્ચેની સ્પર્ધામાં ઉત્સવ બારૈયાએ હારમોનિયમ સોલો વાદનમાં બીજું સ્થાન અને બાંસુરી વાદનમાં પણ સ્થાન મેળવેલ હતું.






































