ગુજરાતની હર્ષિતા શાહ ઓલ ઈન્ડિયા કેટેગરીમાં બીજા ક્રમે છે અને માર્ગી શાહ ચોથા ક્રમે છે
યુપીએસસીના અંતિમ પરિણામો જાહેર થયા છે. ટોપ ૩૦ માં ૩ ગુજરાતીઓ છે. તેમાં પણ બે મહિલાઓ ટોપ ૫ માં સ્થાન મેળવ્યું છે. ગુજરાતની હર્ષિતા શાહ ઓલ ઈન્ડિયા કેટેગરીમાં બીજા ક્રમે છે અને માર્ગી શાહ ચોથા ક્રમે છે.યુનિયન પબ્લિક સર્વિસીસ કમિશનએ સિવિલ સર્વિસીસ પરીક્ષા ૨૦૨૪ (યુપીએસસી સિવિલ સર્વિસીસ પરિણામ ૨૦૨૪) નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ પર તેમના પરિણામો ચકાસી શકે છે. શક્તિ દુબેએ પરીક્ષામાં ટોપ કર્યું છે (યુપીએસસી સીએસઇ ૨૦૨૪ ટોપર). પરિણામ જાહેર થયાના લગભગ ૧૫ દિવસ પછી ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવશે.યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે ઇન્ટરવ્યુ ૧૭ એપ્રિલ, ૨૦૨૫ સુધી લેવામાં આવ્યા હતા.દેશ આખામાં ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા ક્રમે રહી છે. દેશભરમાં ટોપ ૩૦માં ગુજરાતના ત્રણ ઉમેદવારોએ સફળતા મેળવી છે.ત્યારે હર્ષિતા માને છે કે તેનું આઈએએસ બનવાનું સપનું આખરે સાકાર થયું છે.જે પરિશ્રમ કરે છે તેને સિદ્ધિ ચોક્કસથી મળે જ છે. એ સાબિત કરી બતાવ્યું છે ગુજરાતના આ ઉમેદવારોએ જેઓએ સિવિલ સર્વિસની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. વર્ષ ૨૦૨૪માં લેવાયેલી યુપીએસસીની ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જે પરિણામની રાહ જાઈને બેઠા હતા તે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે.
હર્ષિતાએ જણાવ્યું કે, “હું ત્રણ વર્ષથી યુપીએસસીની તૈયારી કરતી હતી. મારો આ ત્રીજા પ્રયાસ હતો. પહેલા બે પ્રયાસમાં હું પ્રિલિમ્સ થઈ શકી ન હતી. હું આખો દિવસ વાંચતી હતી. સાતથી આઠ કલાક વાંચન કરતી હતી. જેટલો સમય વાંચતી હતી તે ધ્યાનપૂર્વક વાંચતી હતી. ફેમિલીમાંથી કોઈ સિવિલ સર્વિસમાં નથી. મારા માતા નથી અને મારો નાનો ભાઈ છે. મારા પિતા પ્રાઇવેટ સર્વિસમાં છે. તેમનો ખૂબ સહકાર રહ્યો. તેઓએ મને ભણવાની પ્રેરણા આપી હતી. મેં ચાર્ટડ એકાઉન્ટન્ટ કર્યું છે. ત્યાં સુધી મેં વિચાર્યું ન હતું કે સિવિલ સર્વિસ કરવું છે. પરંતુ પિતાની પ્રેરણાથી મેં યુપીએસસી ક્લિયર કર્યું છે. મારુ સપનું આઈએએસ બનવાનું હતું. જે પૂરું થયું છે. મને જે ઓથોરિટી મળશે તેનો પૂર્ણ ઉપયોગ કરીશ. મહિલાઓ અને બાળકો માટે કામ કરવાની મારી ઈચ્છા છે. જે ખુબ મહેનતથી મારી જવાબદારી નિભાવીશ.”
જીત નમ્હાનો ૯૨૯ રેન્ક આવ્યો છે. સફળતામાં લિસ્ટમાં નામ છે પણ અંદરથી થોડું દુઃખ છે કે હજુ સારી મહેનત થઈ શકી હોત. તેનું કહેવું છે કે, હું ત્રણ વર્ષથી જાબ મૂકી તૈયારી કરી રહ્યો હતો. હજુ નેક્સ્ટ એટેમ્પ્ટ આપી આઈએએસ બનવું છે. સ્પીપાના ફેકલ્ટી બ્રિજેશ પટેલે જણાવ્યું કે, “સ્પીપાના ઇતિહાસમાં હાઈએસ્ટ રિઝલ્ટ છે. બીજા, ચોથો અને ત્રીસમો રેન્ક આપણા ગુજરાતના છે. ટોપ ૧૦૦માં ગુજરાતના ત્રણ છે. તેમજ ૨૬ ઉમેદવારો સ્પીપાના પાસ થયા છે.
ઇન્ટરવ્યુ રાઉન્ડ ૭ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ શરૂ થયો હતો. મુખ્ય પરીક્ષામાં સફળ થયેલા લગભગ ૨૮૪૫ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. સિવિલ સર્વિસીસ પરીક્ષા ૨૦૨૪ હેઠળ,યુપીએસસીએ આઇએએસ આઇપીએસ અને અન્ય સેવાઓમાં ૧૧૩૨ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. મૂળ સૂચનામાં અગાઉ પણ ફક્ત ૧૦૫૬ જગ્યાઓ હતી પરંતુ પછીથી તેને વધારીને ૧૧૩૨ કરવામાં આવી હતી.
યુપીએસસી સિવિલ સર્વિસીસ ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા અને ભારતીય વિદેશ સેવા,રેલ્વે ગ્રુપ છ (ભારતીય રેલ્વે એકાઉન્ટ્સ સેવા), ભારતીય ટપાલ સેવા, ભારતીય ટપાલ સેવા, ભારતીય વેપાર સેવા અને અન્ય સેવાઓ માટે પસંદગીનું સંચાલન કરે છે. યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે – પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યુ. મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં પ્રદર્શનના આધારે અંતિમ મેરિટ યાદી જાહેર કરવામાં આવે છે.