ભારતીય નૌકાદળના બે આધુનિક ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજા, ઉદયગિરી (એફ૩૫) અને હિમગિરી (એફ૩૪) ૨૬ ઓગસ્ટના રોજ વિશાખાપટ્ટનમમાં લોન્ચ કરવામાં આવશે. પૂર્વીય નૌકાદળ કમાન્ડના અધિકારીઓએ આ માહિતી આપી. આ બે યુદ્ધ જહાજાનું લોન્ચિંગ પહેલી વાર થશે જ્યારે બે પ્રતિષ્ઠિત ભારતીય શિપયાર્ડના બે મોટા લડાયક જહાજા વિશાખાપટ્ટનમમાં એક જ સમયે લોન્ચ થઈ રહ્યા છે. ભારતીય નૌકાદળે જણાવ્યું હતું કે, ‘ભારતીય નૌકાદળ ૨૬ ઓગસ્ટના રોજ બે અદ્યતન ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજા ઉદયગિરી (એફ૩૫) અને હિમગિરી (એફ૩૪) એકસાથે લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.’ ઈસ્ટર્ન નેવલ કમાન્ડ અનુસાર, ઉદયગિરી પ્રોજેક્ટ ૧૭એના ‘સ્ટીલ્થ ફ્રિગેટ’ (યુદ્ધ જહાજ)નું બીજું જહાજ છે અને તેનું નિર્માણ મુંબઈ સ્થિતિ માઝગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે હિમગિરી ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જીનીયરર્સ ,કોલકાતા દ્વારા બનાવવામાં આવેલા ૧૭એ જહાજામાંથી પ્રથમ છે.બંને યુદ્ધ જહાજા અગાઉની ડિઝાઇનની તુલનામાં પેઢીગત વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. લગભગ ૬,૭૦૦ ટનની ક્ષમતા ધરાવતા ૧૭એ વર્ગના યુદ્ધ જહાજા તેમના પુરોગામી શિવાલિક-વર્ગના યુદ્ધ જહાજા કરતા લગભગ પાંચ ટકા મોટા છે.આ યુદ્ધ જહાજા સંયુક્ત ડીઝલ અથવા ગેસ પ્રોપલ્શન પ્લાન્ટ દ્વારા સંચાલિત છે, જે ડીઝલ એન્જીન અને ગેસ ટર્બાઇનનો ઉપયોગ કરે છે. આ જહાજા નિયંત્રણક્ષમ-પિચ પ્રોપેલર્સ પર ચાલે છે અને એકીકૃત પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા સંચાલિત થાય છે.આ યુદ્ધ જહાજા ‘સુપરસોનિક’ સપાટીથી સપાટી મિસાઇલો, મધ્યમ-અંતરની સપાટીથી હવા મિસાઇલો, ૭૬ એમએમ એમઆર ગન અને ૩૦ એમએમ અને ૧૨.૭ એમએમ ‘ક્લોઝ-ઇન’ શસ્ત્ર પ્રણાલીઓ અને સબમરીન વિરોધી/પાણીની અંદરના શસ્ત્ર પ્રણાલીઓથી સજ્જ છે.