ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભારતભૂષણ મહેશભાઈ મહેતાનો આજે જન્મદિન હતો. આ પ્રસંગે સમગ્ર સમાજ, સંસ્થાઓ અને સેવાભાવી વર્તુળોમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. ભારતભૂષણ મહેશભાઈ મહેતાના માર્ગદર્શનમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજો, રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ તથા સંસ્કૃત શક્તિ ગુરુકુળ આજે ગુણવત્તાસભર શિક્ષણ અને સંસ્કારનો દીપ પ્રજ્વલિત કરી રહી છે.