યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા ઘમાસાણ યુદ્ધમાં યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતનાં ૪૦૦થી પણ વધુ વિધાર્થીઓ ફસાયા હતાં. યુદ્ધની તંગ પરિસ્થિતિ વચ્ચે સંતાનો વિદેશમાં ફસાતા વાલીઓ ચિંતામાં ડુબી ગયા હતાં.  અનેક વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતાં. પોરબંદરની પૂજાનો પણ એમાં સમાવેશ થતો હતો. પૂજા પરત ફર્યા બાદ જણાવી હતી યુક્રેનથી પોરબંદર પહોંચવા સુધીની દિલધડક કહાની….

પોતાની યુક્રેનથી પોરબંદર પહોંચવા સુધીની કહાની વર્ણવતા જણાવ્યું કે યુક્રેનમાં શરૂઆતના દિવસોમાં અમને એમ કહેવામાં આવતું હતું કે જેવી વાતો થાય છે એવું કોઇ યુદ્ધ થવાનું નથી પરંતુ આખરે યુક્રેનના અનેક શહેરોમાં રશિયાનો બોમ્બમારો શરૂ થતા સમગ્ર યુક્રેન દેશ એક અસલામત સ્થળ બની જતા યુનિવર્સિટીએ પણ જવાની છુટ આપી હતી અને અમે ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો હતો. જો કે કાર્યવાહી ક્યાં અને શું, કઇ રીતે થઇ રહી છે તેની અમને ખબર ન પડતા અમે એક સાથે ૧૦૦ ભારતીયો પોલેન્ડ બોર્ડર તરફ એક બસ બાંધીને રવાના થયા હતાં. પરંતુ બસે ચેકપોસ્ટ-૧થી ૩પ કીમી દુર અમને ઉતાર્યા હતા. અમે રાતભર ચાલતા ભૂખ્યા ચેકપોસ્ટ પોસ્ટ-૧ ઉપર પહોંચી સંઘર્ષ કરી ચેકપોસ્ટ-ર અને આખરે પોલેન્ડની બોર્ડરે પહોંચ્યા હતાં. ત્યાં અમારા પાસપોર્ટ પર એકઝીટ યુક્રેન અને પોલેન્ડ એન્ટ્રીના સ્ટેમ્પ થયા હતાં. ભારતમાં મોદી સરકાર અને એમ્બેસીના પ્રયત્નોથી પોલેન્ડથી દિલ્હી આવવા માટે અમારા માટે ફ્લાઇટની વ્યવસ્થા થઇ હતી અને અમે દિલ્હી પહોંચ્યા હતા. અમારા માટે આ તમામ વ્યવસ્થા સરકારના ખર્ચે થઇ હતી. દિલ્હી પહોંચ્યા પછી પણ ઘરે પહોંચવા સુધી બસની વ્યવસ્થા એમ્બેસી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ હું ડોમેસ્ટીક ફ્લાઇટ દ્વારા ઘરે પહોંચી છું.

આવતાં જ માતાને ભેટી પડેલી પૂજાએ કહ્યું – સ્થિતી સલામત થયે હજુ યુક્રેન જવું છે….
પોતાની પુત્રીને યુક્રેનથી સહીસલામત પરત ફરેલી જોઇને પૂજાને તેમની માતા વર્ષાબેન ભેટી પડ્યા હતાં અને ભાવવિભોર થઇ ગયા હતાં. પૂજા અને તેમની માતા વર્ષાબેને આ સમગ્ર ઘટનાક્રમમાં સલામતી બક્ષવા બદલ નરેન્દ્ર મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. યુક્રેનની પોલેન્ડ કનેકટેડ શેહીની મેડિકા બોર્ડરથી દિલ્હી પહોંચવા સુધીની દિલધડક કહાની વર્ણવી હતી અને બાદમાં પૂજાએ એમ પણ જણાવ્યું હતું કે પોતે જ્યાં મેડિકલનો અભ્યાસ કરે છે તે એક સારા લોકોનો દેશ છે. પોતે ઇચ્છે છે કે યુક્રેનનો વહેલીતકે વિજય થાય, સ્થિતી સલામત બને અને પોતે ફરીથી યુક્રેન અભ્યાસ કરવા માટે જઇ શકે. તેણે કહ્યું કે અભ્યાસતો યુક્રેનમાં જ પુરો કરવાની ઇચ્છા છે.
પૂજા કહ્યું કે ઓપરેશન ગંગા હેઠળ મોદીજીએ અમને ઉગારી લીધા… સાથૅ ડૉક્ટર પ્લસ(સુરત)ની સમગ્ર ટીમે અમને સતત હિંમત આપી હતી. આ તકે તેમના હેડ અમીત બ્રધર્સ તથા ક્રુણાલ સરના પણ અમે ઋણી છીએ.
પણ મહત્વની વાત એ છે કે યુદ્ધ શાંત થાય તો પૂજા હજી પણ યુક્રેન જવા ઇચ્છે છે. thegreatworld777@gmail.com