ફી માટે પૈસા નથી, ખાવાનું પણ સમસ્યા છે
મહારાષ્ટ્ર સરકારની રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓને બે મહિનાથી તેમની શિષ્યવૃત્તિની રકમ મળી નથી, જેના કારણે તેઓ રહેવા અને ખાવા જેવી જરૂરિયાતોને લઈને ચિંતિત છે. ઘણા વિદ્યાર્થીઓ જેમણે પોતાનું ઘર ભાડું ચૂકવ્યું નથી તેઓને ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે તેવો ડર છે.
મહારાષ્ટ્ર સરકારની રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિ યોજના હેઠળ, ઓબીસી દલિત અને લઘુમતી શ્રેણીના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ છેલ્લા બે મહિનાથી શિષ્યવૃત્તિની રકમ મેળવવાની રાહ જાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને તેમની ટ્યુશન ફી અને રહેવાના ખર્ચ માટે શિષ્યવૃત્તિના પૈસા મળવાના હતા, પરંતુ તેમને હજુ સુધી કંઈ મળ્યું નથી. બ‹મગહામ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે શિષ્યવૃત્તિના પૈસા મળવામાં વિલંબ થાય છે, જેના કારણે ટ્યુશન ફી પર દંડ લાગે છે. દરેક દિવસ જીવંત રહેવા માટેનો સંઘર્ષ છે. ઘણા વિદ્યાર્થીઓ દેવામાં ડૂબી રહ્યા છે.
સિડની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કહ્યું કે એવું લાગે છે કે મને એકલો છોડી દેવામાં આવ્યો છે. તેને તેની શિષ્યવૃત્તિના પૈસા ખૂબ મોડા મળ્યા અને ફી ન ભરવા બદલ તેને દંડ ભરવો પડ્યો. દંડ ભરવા માટે તેણે મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધા હતા, પણ હવે દેવું મને કચડી રહ્યું છે. સિડની યુનિવર્સિટીના બીજા એક વિદ્યાર્થીએ કહ્યું, “હું માનસિક અને આર્થિક રીતે થાકી ગયો છું. મને મહિનાઓથી કોઈ શિષ્યવૃત્તિ મળી નથી. મારી ફી ચૂકવવામાં આવી નથી. મેં જીવવા માટે પૈસા ઉધાર લીધા હતા, પણ હવે હું પાછા આપી શકતો નથી.”
યુકેમાં એક દલિત વિદ્યાર્થી પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તે કહે છે કે તેનાથી તેના અભ્યાસ અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. પૈસાના અભાવે, તે ભાડું ચૂકવી શકતો નથી અને ખાવાનું પણ પોસાય તેમ નથી. ધ પ્લેટફોર્મ નામના એનજીઓના રાજીવ ખોબરાગડેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ખોટા વચન પર વિદેશ મોકલવા એ તેમને ભૂખમરા અને માનસિક તણાવમાં ધકેલી દેવા જેવું છે. સરકારે શિષ્યવૃત્તિના પૈસા સમયસર ચૂકવવા જાઈએ.
વિદેશમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમણે ઓબીસી કલ્યાણ વિભાગ સાથે સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગને શિષ્યવૃત્તિ માટે ઇમેઇલ મોકલ્યા હતા પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે નાણાં વિભાગે હજુ સુધી પૈસા મંજૂર કર્યા નથી. મહારાષ્ટ્રના ઓબીસી કલ્યાણ મંત્રી અતુલ સાવેએ કહ્યું કે પૈસાની કોઈ અછત નથી. તેમણે આ સમસ્યાઓના ઉકેલની ખાતરી આપી. દરમિયાન, જીત્નજીછ ના મુખ્ય સચિવ હર્ષદીપ કાંબલેએ જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિના પૈસા કમિશનર (સામાજિક ન્યાય) ને પહેલાથી જ જારી કરવામાં આવ્યા છે. વધુ માહિતી કમિશનર પાસેથી લેવાની રહેશે.