દિલ્હીના લાલ કિલ્લા સ્થિત મ્યૂઝિયમમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ટોપી ગાયબ થવાના મામલે તેમના પૌત્રએ ચિંતા વ્યક્ત કરી છે. ગાયબ થયેલી ટોપી ફરીથી રાખવામાં આવ્યા બાદ તેઓએ તપાસની માંગ કરી છે. પરંતુ સમગ્ર વિવાદમાં એ સ્પષ્ટ નથી થતુ કે આખરે ટોપી ક્યા ગાયબ થઈ હતી. અને પરત આવેલી ટોપી અસલી છે કે નહિ. તો એએસઆઇએ ખુલાસો આપ્યો કે, તાળુ ખરાબ થવાના કારણે ટોપી હટાવીને સુરક્ષિત જગ્યાએ મૂકાઈ હતી. આ વિવાદ ૧૦ માર્ચના રોજ શરૂ થયો હતો. જ્યારે લોકોને ગેલેરીમાં ટોપી દેખાઈ ન હતી.
દિલ્હીના લાલ કિલ્લામાં સ્થિત નેતાજી સંગ્રહાલયમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની ટોપી ગાયબ નથી થઈ. નેતાજીના પ્રપૌત્ર ચંદ્રકુમાર બોઝ દ્વારા સોશિયલ મીડિયા પર ટોપી સંગ્રહાલયમાં ન હોવાનો દાવો કરાયો હતો. તેના બાદ ભારતીય પુરતત્વ વિભાગ એક્શનમાં આવ્યું હતું. હકીકત, નેતાજીના વંશજ ચંદ્રકુમારને સૂચના મળી હતી કે, જ્યાં સંગ્રહાલયમાં નેતાજીની ટોપી રાખવામાં આવી છે, તે જગ્યા ખાલી છે. તેના બાદ ચંદ્રકુમાર બોઝ ચિંતિત બન્યા હતા. તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નરેન્દ્ર મોદીને ટેગ કરીને આ મામલે તપાસ કરવા આગ્રહ કર્યો હતો. તેના બાદથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
નેતાજીના પ્રપોત્ર ચંદ્રકુમાર બોઝે એક્સ પર લખ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, તમને યાદ હશે કે મેં તમને નેતાજીની ટોપી સોંપી હતી. તમે ૨૩ જાન્યુઆરીના રોજ નેતાજીની જયંતીએ દિલ્હીના લાલ કિલ્લામાં સ્થિત નેતાજી સંગ્રહાલયમાં તેને સમર્પિત કરી હતી.ઓપીએનના એક સદસ્ય એડવોકેટ નવીન બોમલેએ હાલમાં જ એ સંગ્રહાલયની મુલાકાત કરી હતી. જેમાં તેઓએ જાણ્યુ કે, નેતાજીની ટોપી ત્યાંથી ગાયબ હતી.એએસઆઇમાં કોઈ પણ એ જણાવી શક્તુ નથી કે, એ ટોપી ક્યા હતી. નેતાજી આપણા મહાન નેતા છે, અને આ અત્યંત શરમજનક બાબત છે. જા આ મામલે ધ્યાન આપશો તો હું તમારો આભારી રહીશ.
સમગ્ર વિવાદ પર ભારતીય પુરાતત્વ વિભાગે સ્પષ્ટતા આપતા કહ્યું કે, ટોપી ક્્યાંય ગાયબ થઈ નથી. પરાક્રમ દિવસના સમારોહ માટે ૧૯ થી ૨૫ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી શ્રી વિજયપુમ (આંદામાન) માં પ્રદર્શન માટે તેને લઈ જવાઈ હતી. પરત ફર્યા બાદ તેને ડિસ્પ્લેમાં મૂકવામાં આવનાર હતી, પરંતું તેનું તાળુ ખરાબ થઈ ગયું હતુ. સુરક્ષાના હેતુથી તેને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવી છે. તાળુ રિપેર થતા જ તેને પરત સ્થાન પર મૂકી દેવાશે.
સોશિયલ મીડિયા પર નેતાજીની ટોપી ગાયબ થયા બાદ ચંદ્રકુમાર બોઝે વધુ એક પોસ્ટ કરી છે. જેમાં તેઓએ લખ્યું કે, નેતાજીના મુદ્દે ત્વરિત કાર્યવાહી કરવા માટે માનનીય પ્રધાનમંત્રનો આભારી છું. આ તેમના વ્યક્તિગત હસ્તક્ષેપનું પરિણામ છે કે, નેતાજીની ટોપી લાલ કિલ્લા સ્થિત નેતાજી અને આઇએનએ મ્યૂઝિયમમાં પરત મૂકી દેવાઈ છે. જાકે, નેતાજીના શોધકર્તાઓ અને જે લોકોએ પહેલા ટોપી જાઈ હતી, તેઓને લાગે છે કે આ અસલી ટોપી નથી. તેથી એ પણ તપાસવામાં આવે કે, ટોપી અસલી છે કે નહિ.










































