ઓસ્ટ્રેલિયાના ડેશિંગ ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ડબ્લ્યુટીસી ફાઇનલમાં બોલ સાથે શાનદાર પરાક્રમ કર્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ ૨૦૨૫ના પહેલા જ દિવસે ૨ વિકેટ લઈને સ્ટાર્ક આઇસીસી ટુર્નામેન્ટ ફાઇનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. તેણે ભારતના ડેશિંગ બોલર મોહમ્મદ શમીનો રેકોર્ડ તોડ્યો છે. ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ ૨૧૨ રનમાં ઓલઆઉટ થયા બાદ જ્યારે દક્ષિણ આફ્રિકાની ઓપનિંગ જાડી ઇનિંગ ઓપન કરવા માટે ઉતરી, ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે મિશેલ સ્ટાર્ક પહેલી જ ઓવરમાં વિકેટ લઈને અજાયબીઓ કરશે.
ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગ શરૂ કરતા, મિશેલ સ્ટાર્કે પ્રથમ ઓવરના છઠ્ઠા બોલ પર એડન માર્કરામને પેવેલિયન પાછો મોકલ્યો. માર્કરામ પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. આના થોડા સમય પછી, સ્ટાર્કે ઓપનર રાયન રિકલેટનને પણ પોતાનો શિકાર બનાવ્યો. સ્ટાર્કે તેની ૫મી ઓવરમાં રિકલેટનને ૧૬ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો. આ રીતે, સ્ટાર્ક આઇસીસી ફાઇનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.
અત્યાર સુધી, મોહમ્મદ શમીએ આઇસીસી ટુર્નામેન્ટ (ડબ્લ્યુટીસી,વનડે ડબ્લ્યુસી ટી ૨૦ ડબલ્યુસી,ટી ૨૦ ડબ્લ્યુસી અને ચેમ્પિયન્સ ટ્રોફી) ફાઇનલમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. પરંતુ સ્ટાર્કે તેને પાછળ છોડી દીધો અને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેણે ડબ્લ્યુટીસી ૨૦૨૫ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઇનિંગમાં ૨ મહત્વપૂર્ણ વિકેટો લઈને આ સ્થાન પ્રાપ્ત કર્યું. તમને જણાવી દઈએ કે, શમીએ આઇસીસી ફાઇનલમાં ૧૦ વિકેટો લીધી છે. હવે મિશેલે આઇસીસી ફાઇનલમાં ૧૧ વિકેટો લેવાની શાનદાર સિદ્ધિ મેળવી છે.
આઇસીસી ફાઇનલમાં સૌથી વધુ વિકેટો લેનારા બોલરો
મિશેલ સ્ટાર્ક – ૧૧ વિકેટો (૬ ઇનિંગ)
મોહમ્મદ શમી – ૧૦ વિકેટો (૬ ઇનિંગ)
ટ્રેન્ટ બોલ્ટ – ૮ વિકેટો (૫ ઇનિંગ)
રવીન્દ્ર જાડેજા – ૮ વિકેટો (૧૦ ઇનિંગ)
કાયલ જેમીસન – ૮ વિકેટો (૩ ઇનિંગ)
ગ્લેન મેકગ્રા – ૮ વિકેટો (૫ ઇનિંગ)
જો આપણે મિશેલ સ્ટાર્કની ટેસ્ટ કારકિર્દી પર નજર કરીએ, તો તેણે ૯૭ ટેસ્ટ મેચોની ૧૮૫ ઇનિંગમાં ૩૮૪ વિકેટો લીધી છે. આમાં પંદર ૫-વિકેટનો પણ સમાવેશ થાય છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ચોથા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. તેમણે ૪૬ ટેસ્ટ મેચોમાં ૧૭૩ વિકેટ લીધી છે.