નાની કુકાવાવના વતની સ્વ.બાવાભાઈ મોવલીયાનું નિધન થતા મોવલીયા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ સંકટના સમયમાં મોવલીયા પરિવારને સાંત્વના આપવા માટે રાજકિય અને સામાજિક આગેવાનો આવી પહોંચ્યા હતા. બાવાભાઈ મોવલીયા સમાજમાં તેમના યોગદાન, નિષ્ઠાવાન વ્યક્તિત્વ અને સૌમ્ય સ્વભાવ માટે હંમેશા યાદ રહેશે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક લોકોને પ્રેરણા આપી હતી. તેમનું નિધન સમગ્ર પરિવાર, સગા-સંબંધીઓે માટે મોટી ખોટ છે. અમરેલી ખાતે રાખેલા બેસણામાં જિલ્લામાંથી અનેક આગેવાનોએ આવી બાવાભાઈ મોવલીયાના પુત્રો વસંતભાઈ અને જલ્પેશભાઈ સમક્ષ શોક વ્યકત કરી સાંત્વના પાઠવી હતી. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, સાંસદ પરશોતમભાઈ રૂપાલા, ખોડલધામ મંદિર નેસડીના મહંત લવજીબાપુ, ફતેપુર (ભોજલરામ)ના મહંત ભક્તિરામબાપુ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ મોવલીયા પરિવારને સાત્વના પાઠવી હતી.









































