નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા મોરૂકા પ્રાથમિક શાળામાં દીકરીઓ માટે મહેંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાહુલભાઈ માકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન દ્વારકાધીશની પ્રેરણાથી યોજાયેલ આ સેવાકાર્યમાં દાતા રાકેશભાઈ સોલંકી, હિતેશભાઈ બગડા, મહેન્દ્રભાઈ રાઠોડ અને ભગવાનજીભાઈ પરમાર તરફથી અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમના અંતે તમામ સહભાગી દીકરીઓને ઇનામો અને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.











































