મોરવડ ગામમાં સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (નરેગા) યોજના અંતર્ગત મજૂરોને ૧૦૦ દિવસની મજૂરી મળી રહે તે માટે રાહત કામ શરૂ કરવામાં આવ્યું છે. ઉનાળાના સમયમાં મજૂર વર્ગને રોજગારી મળી રહે તે માટે સરકાર હંમેશા તત્પર હોય છે અને આ યોજનાનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચે તે માટે મોરવડ ગ્રામ પંચાયત સતત પ્રયત્નશીલ છે. મોરવડ ગામમાં આ રાહત કામગીરી ગામના સરપંચ અને પંચાયત દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં લગભગ ૧૦૦ જેટલા મજૂરો જોડાયા છે. આ પ્રસંગે સરપંચ દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો હતો, જેમણે ઉનાળામાં મજૂરોની આજીવિકા માટે આ યોજના અમલમાં મૂકી છે.