કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બિહારના કટિહારમાં એક ચૂંટણી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ એ જ સંઘર્ષ કરી રહી છે જે મહાત્મા ગાંધીએ અન્યાય અને વિભાજનકારી નીતિઓ સામે કર્યો હતો.પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન મોદી દેશના તમામ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) તેમના કેટલાક કોર્પોરેટ મિત્રોને સોંપી રહ્યા છે, જેનાથી સામાન્ય જનતાને નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું, “વડા પ્રધાન જાહેર સંપત્તિઓ કેટલાક પસંદગીના ઉદ્યોગપતિઓને સોંપી રહ્યા છે, જ્યારે દેશના સામાન્ય લોકો ભાડું ચૂકવી રહ્યા છે.”વડા પ્રધાનના તાજેતરના ભાષણો પર પ્રતિક્રિયા આપતા, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન મોદી તેમના પદની ગરિમા જાળવવામાં નિષ્ફળ ગયા છે. તેમણે લોકોને ઉશ્કેરવા માટે “કટ્ટા” જેવા શબ્દોનો ઉપયોગ કરવા બદલ વડા પ્રધાનની ટીકા કરી. પ્રિયંકા ગાંધીએ ભાર મૂક્્યો કે દેશના સર્વોચ્ચ પદ પર રહેલા વ્યક્તિએ સંયમ અને શિષ્ટાચાર જાળવવો જાઈએ. રેલી દરમિયાન, પ્રિયંકા ગાંધીએ બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપવા માટે જનતાને પણ અપીલ કરી.