અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ખાતે બગસરા-દેરડી મેઈન રોડના નવીનીકરણ કાર્યનો શુભારંભ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ રસ્તાના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. કુંકાવાવ વડીયા તાલુકાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ આ સમસ્યાને ધ્યાનમાં લઈને અંદાજિત રૂ. ૯૫૭ લાખના ખર્ચે આ રોડના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કુંકાવાવ મોટીના સરપંચ સંજયભાઈ લાખાણીએ તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, પી.વી. વાસાણી, ગ્રામ પંચાયત ટીમ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.