અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ તાલુકામાં આવેલી વ્રજ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ CET ૨૦૨૫-૨૬ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.ધોરણ-૫ના કુલ ૧૦ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, જેમાં મિતવા કુંડીયા ૯૧/૧૨૦ ગુણ સાથે મોખરે રહી છે. અન્ય તેજસ્વી તારલાઓમાં દુધાત શિવ (૭૧/૧૨૦), કથીરીયા હર્ષિલ (૬૮/૧૨૦), સોનીગ્રા પરમ (૬૭/૧૨૦), ડાભી રીયા (૬૪/૧૨૦), અને અસોદરીયા રીયા (૬૨/૧૨૦), ગેવરીયા આર્વી(પ૬/૧૨૦), કથીરીયા ઓમ(પ૬/૧૨૦),ગેવરીયા
પૃષ્ટિ (પ૪/૧૨૦), ભુવા સીયા (પ૦/૧૨૦)નો સમાવેશ થાય છે. આ ભવ્ય સફળતા બદલ શાળાના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા, ટ્રસ્ટ પ્રતિનિધી ઉદયભાઈ દેસાઈ અને આચાર્ય વિવેકભાઈ દિક્ષિત સહિત સમગ્ર વ્રજ પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.







































